જીલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનો આજે બીજો દિવસ

મોરબીના નવા સાદુળકા ગામે સર્વોપરી વિદ્યા સંકુલ ખાતે જિલ્લા કક્ષાના ત્રી દિવસીય ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ડીઈઓના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું . ઉદ્દઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

આજે પ્રદર્શનનો બીજો દિવસ છે.આ પ્રદર્શનમાં કૃતિઓ પાંચ વિભાગોમાં હશે. જેમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંસાધન વ્યવસ્થાપન, કચરો-બિનજરૂરી વસ્તુઓનું વ્યવસ્થાપન, પરિવહન અને પ્રત્યાયન-ગણીતિક નમૂના નિર્માણનો સમાવેશ કરાયો છે.

ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનો સમાપન સમારોહ તા.૨૯ને બપોરે ૩ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા, મામલતદાર નયનાબેન રાવલ અને તાલુકા વિકાસ અધિકારી પી.એ. ગઢવી, નરેશભાઈ સાણજા, એ.પી.મહેતા, આર.પી.મેરજા, જે.એસ. પડસુંબિયા, એન.એચ. દેથરિયા, એસ.એસ. મારવણીયા અને બી.એન. વિડજા ઉપસ્થિત રહેશે. પ્રદર્શનને સફળ બનાવવા વ્યવસ્થાપન સમિતિના અતુલભાઈ પાડલીયા, રાજુભાઇ વડગાસીયા, અશોકભાઈ કાંજીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat