મોરબી અને વાંકાનેરમાં દેશી દારૂ વેચતા શખ્સો સામે કાર્યવાહી કરતી પોલીસ

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી અને વાંકાનેરમાં સરાજાહેર દેશી દારૂ વેચતા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રથમ કિસ્સામાં વાંકાનેરમાં આરોપી અરવીંદ વાઘાભાઇ જરવરીયા સરતાનપર રોડ સેન્સો ચોકડી નજીક, વીહોત હોટલ પાછળ ખુલ્લા પટમા પાસ પરમીટ કે આધાર વગરદેશી દારુ જેવુ કેફી પ્રવાહી ભરેલ રપ૦ એમ.એલ.ની. પ્લા.કોથળી નંગ ૭૨ દેશી દારૂ લીટર ૧૮ કી.રૂ.૩૬૦/-નો પોતાના કબજામાં રાખી મળી આવ્યો હતો. બીજા કિસ્સામાં મોરબીમાં આરોપી શામજી ધનજીભાઇ તરેવાડીયા વનાળીયા સોસાયટી માં આવેલ ઇસ્માઇલના બંગલા પાસે પાસ પરમીટ કે આઘાર વગર દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ ૨૫૦ એમ એલ ની કોથળીઓ નંગ-૩૬ દારૂ લીટર-૦૯ કી.રૂ.૧૮૦/- નો પોતાના કબ્જામા રાખી મળી આવ્યો હતો

ત્રીજા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી મંજુબેન તેજાભાઇ અગેચણીયા વીશીપરા પ્રજાપત કારખનાનની પાસે જાહેરમાં પાસ પરમીટ કે આઘાર વગર પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ પ્લાની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૨૪ દારૂ લીટર-૬ કી.રૂ.૧૨૦/- નો રાખી  રેઇડ દરમ્યાન મળી આવી હતી. ચોથા કિસ્સામાં મોરબીમાં આરોપી રવિ બાબુભાઇ ચોરાસા વીશીપરા કુલીનગર-૧ પાસે જાહેર રોડ ઉપર પાસ પરમીટ કે આઘાર વગર પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ કેફી પ્રવાહી ભરેલ પ્લા. ની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૩૨ દારૂ લીટર-૦૮ કી.રૂ.૧૬૦/- નો રાખી  રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો

પાંચમા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી ગોદાવરીબેન ગજાભાઈ સાતોલા  ઈન્દિરાનગર,મંગલમ વિસ્તાર રોડ ઉપર પાસ પરમીટ કે આધાર વગર કૈફી પ્રવાહી ભરેલ ૨૦૦ મી.લી ના  ક્ષમતાવાળી પ્લા.ની કોથળીઓ નંગ-૨૦ દેશી દારૂ લીટર-૦૪ કિં.રૂ.૮૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી હાજર મળી આવી હતી

આ 5 કિસ્સામાં પોલીસે પ્રોહી કલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat