મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ અને લોજીસ્ટીકસ પાર્ક પોલીસી-૨૦૨૧ અંતર્ગત તથા રાજય સરકારના વિવિધ ઔદ્યોગિક નીતિ હેઠળની યોજનાઓની માહિતી આપવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી અને લઘુ ઉદ્યોગ ભારતી મોરબીના સંયુકત ઉપક્રમે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનારનું આયોજન તા.૨૧-૦૫-૨૦૨૨ના શનિવારના રોજ બપોરે ૦૩-૦૦ કલાકે સરકારી પોલીટેકનિક, ઘુંટુ રોડ, મોરબી ખાતે યોજાયો હતો.

આ અંગે લઘુ ઉદ્યોગ ભારતીના મોરબી જિલ્લા પ્રમુખ સુરેશભાઇ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, આ સેમિનારમાં રાજય સરકારના ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ વિભાગના નિષ્ણાંતો ઉપસ્થિત રહી ઔદ્યોગિક નીતિ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદેશ ઉદ્યોગકારો અને નવા ઉદ્યોગ સાહસિકોને ગુજરાતની લોજિસ્ટિક પોલિસી સાથે માહિતગાર કરવાનો હતો. જેમાં પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓને પ્રોડક્ટની કોસ્ટ કઈ રીતે નીચે લાવી શકાય અને તેને દ્વારા નાના ઉદ્યોગકારોને પણ બેનિફિટ્ મળશે. આ સાથે સમયના અભાવના કારણે ઓછા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હોવાનું પણ  સુરેશભાઇ કાસુન્દ્રાએ જણાવ્યું હતું..

આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી અને લધુ ઉદ્યોગ ભારતીના ગુજરાત પ્રાંત કારોબારી મેમ્બર ભીમજીભાઇ ભાલોડીયા,વર્લ્ડ ટાઇલ્સ સીરામીક એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયા, લઘુઉદ્યોગ ભારતીમાંથી લલીતભાઈ ભાલોડીયા, હસખુખભાઈ ભૂત અને મોરબીના ઉદ્યોગિક સાહસિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat