હળવદ: છરી સાથે એક ઈસમ ઝડપાયો

હળવદમાં આર્મ્સ એક્ટની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. ત્યારે તાજેતરમાં હળવદમાં ધારદાર છરી સાથે 1 ઈસમ ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસની ટીમ સરા ચોકડી પાસે નાઈટ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી ફતેમામદ અબ્દુલ મુલ્લા ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જ્યાં આરોપીના પેન્ટના નેફામાં છરી મળી હતી જેથી પોલીસે હથીયાર બંધી જાહેરનામા ક્રમાંકઃ જે/એમએજી/ક.૩૭(૧)જા.નામુ/વશી-૩૦૦૩/૨૦૨૨ તા.૩૧/૦૩/૨૦૨૨ નો ભંગ કરતા આરોપી ફતેમામદ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Comments
Loading...
WhatsApp chat