નટરાજ ફાટક અને વીસીફાટકે દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરી વિરોધ

દલિત સમાજ દ્વારા આજે અપાયેલા બંધના એલાનની અસર સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી અને ઠેર ઠેર દલિતોએ વિરોધ નોંધાવ્યો હતો જેમાં મોરબીમાં ચક્કાજામ કરતા વાહનોની કતારો લાગી હતી અને વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હોય જેના વિરોધમાં આજે દલિત સમાજ દ્વારા દેશવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું હોય જેની અસર મોરબીમાં પણ જોવા મળી હતી. મોરબીના વીસીફાટક અને નટરાજ ફાટક પાસે દલિત સમાજના ટોળા એકત્ર થયા હતા અને ઠેર ઠેર રસ્તા રોકો આંદોલન કરવામાં આવતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા

જેને પગલે સતત ટ્રાફિકથી ધમધમતા વીસીફાટક અને નટરાજ ફાટક પાસે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા તો દલિતોએ ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat