મોરબી : વિટ્રીફાઈડ એસોસીએશનના નવા પ્રમુખની સર્વસંમતીથી નિમણુક

વોલ-ફ્લોર ટાઈલ્સ એસોના હોદેદારોની ટર્મ પૂર્ણ થતા થશે ચુંટણી

 

મોરબીમાં આવેલ વિશ્વ વિખ્યાત સિરામિક ઉદ્યોગના સિરામિક એશોના હોદેદારોની ટર્મ તાજેતરમાં પૂર્ણ થઇ હોય અને વિટ્રીફાઈડ એસો પ્રમુખ તરીકે ચુંટણી વિના જ સર્વ સંમતીથી નવા પ્રુમખની નિમણુક કરવામાં આવી છે.

મોરબી વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોના પ્રમુખ તરીકે કે.જી. કુંડારિયા કાર્યરત હોય જેની ટર્મ ૩૧ માર્ચના રોજ પૂર્ણ થઇ હોય જેથી કે.જી.કુંડારિયાએ પ્રમુખ તરીકે રાજીનામું ધરી દેતા ચુંટણી પ્રક્રિયા વગર જ સર્વસંમતીથી વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોના નવા પ્રમુખ તરીકે મુકેશભાઈ ઉધરેજાની નિમણુક કરવામાં આવી છે

તે ઉપરાંત વોલ ટાઈલ્સ એસો, ફ્લોર ટાઈલ્સ એસોના હોદેદારોની ટર્મ પણ પૂર્ણ થઇ ચુકી છે જેમાં વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ સ્વૈચ્છિક પદભાર છોડી દીધો છે અને હાલ તેઓ કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ નિભાવી રહયા છે તેમજ આગામી દિવસોમાં મોરબી સિરામિક એસોની બેઠક મળશે જેમાં નવેસરથી ચુંટણી થશે કે પછી સર્વસંમતીથી હોદેદારોની પુનઃ વરણી કરરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

Comments
Loading...
WhatsApp chat