Billboard ad 1150*250 Billboard ad 1150*250

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીનો વયનિવૃત્તિ વિદાય સન્માન સમારોહ

 

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબી પ્રેરિત અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ તાલુકા શાળા નંબર 3 આયોજિત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને રાજાવડલા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય ઈસુબભાઈ એ.પરમારનો વિદાયમાન સન્માન સમારોહ રાજાવડલા કુમાર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજાઇ ગયો.

આ સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ડી. જાડેજા તેમજ ઉદ્દઘાટક સ્થાને વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવેદ પિરઝાદા ઉપસ્થિત રહયા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષભાઈ એમ.પટેલ, ગુ.રા.પ્રા.શિ.સંઘના કોશાધ્યક્ષ ભાભલુભાઈ એન. વરૂ, ગુ.રા.પ્રા.શિ.સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ બી.સાણજા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ગુલામભાઈ પરાસરા, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ યુનુસભાઈ શેરસિયા ખાસ ઉપસ્થિત રહયા.

આ ઉપરાંત આ પ્રસંગે જિ. પ્રા.શિ. સંઘ મોરબીના પ્રમુખ મણિલાલ વી.સરડવા, સિનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઈ જાકાસણીયા ,જિલ્લા સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવા, જિલ્લા સંઘના કોશાધ્યક્ષ ચંદુભાઈ કાનાણી, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, મોરબી ગ્રામ્ય સંઘના પ્રમુખ સંદીપ ભાઈ આદ્રોજા, મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયા, મોરબી શહેર સંઘના પ્રમુખ નિતેશ ભાઈ રંગપડીયા, મહામંત્રી શિવલાલ કાવર, ટંકારા તાલુકા સંઘના પ્રમુખ મણીભાઈ કાવર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, હળવદથી ડોડીયા અને વાસુભાઈની ટીમ, જિલ્લા અને તાલુકા સંગઠનની ટીમ,જિલ્લા પંચાયત શિક્ષણ શાખા સ્ટાફ,વાંકાનેર બી.આર.સી.અબ્દુલભાઇ શેરસિયા,ટંકારા બી.આર.સી.કલ્પેશ ફેફર, તમામ સી.આર.સી.,નિવૃત થયેલ મિત્રો,તાલુકાના શિક્ષક ભાઈઓ અને બહેનો,પરિવાર જનો અને સ્નેહીજનો ઉપસ્થિત રહયાં.

તમામ આમંત્રીતોનું ફૂલહાર અને શિલ્ડ આપી સ્વાગત થયું.ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ એક સફળ,સબળ અને શ્રેષ્ઠ શિક્ષકત્વને વંદન સાથે ઈસુબભાઈને વિદાયમાન શુભેચ્છા પાઠવી.રાજ્ય સંઘ,ધારાસભ્ય, ચેરમેન, જિલ્લા સંઘ, તાલુકા ઘટક સંઘ, ટી.પી.ઈ ઓ.,તાલુકા શાળા પરિવાર,શાળા પરિવાર,મિત્રો,પરિવાર જનો, સ્નેહીજનો તરફથી ઈસુબભાઈને શ્રીફળ,શાલ,પળો,મોમેન્ટો અને ખાસ પાઘડી બાંધી સન્માનિત કરવામાં આવ્યા.

ઈસુબભાઈએ પોતાના માતૃશ્રીને વંદન કરતા એક શિક્ષક તરીકેના જીવન પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો. આગામી હજયાત્રામાં જોડાવાની જાહેરાત કરી.સૌનો સહકાર બદલ આભાર માન્યો. આ વિદાયમાન સન્માન સમારોહ ને સફળ બનાવવા માટે યજમાન વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહમદ હનીફ સિપાઈ, મહામંત્રી રસુલભાઈ પરાસરા અને તેમની ટીમ તેમજ તાલુકા શાળા નં.3 અને રાજાવડલા કુમાર શાળા ના સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી

 

.

Comments
Loading...
WhatsApp chat