મોરબીના કેરાળી ગામેથી બે ગેરકાયદેસર બંદુક સાથે એક ઝડપાયો

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી તાલુકાના કેરાળી ગામની સીમમાંથી એક શખ્સને ગેરકાયદેસર બે બંદુક સાથે ઝડપી પાડી મોરબી એસ.ઓ.જી. ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

મળતી વિગત મુજબ મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા ડી.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખી અસામાજિક પ્રવુતિ કરતા ઇસમોને શોધી કાઢવા મોરબી એસ.ઓ.જી. ટીમને સુચના મળતા પી.આઈ. જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના ધર્મેન્દ્રભાઈ વાધડીયા અને ભરતસિંહ ડાભીને મામેલ બાતમીના આધારે તપાસ કરતા મોરબી તાલુકાના કેરાળી ગામની સીમમાં આરોપી ગફાર સિલેમાનભાઈ મોરી (ઉ.૪૦) રહે- કેરાળી ગામની સીમ ટીનુંભા દરબારની વાડીમાં મૂળ. ટીનમસ જુનાગઢ વાળને ગેરકાયદેસર બંદુક નંગ-૨ કીમત રૂ.૩૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ આરોપી આગાઉ પણ જુનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર હથિયારના ગુન્હામાં પકડાઈ ચૂકેલ છે.

મોરબી એસ.ઓ.જી ટીમની આ કામગીરીમાં પી.આઈ. જે.એમ.આલ, કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર, ધર્મેન્દ્રભાઈ વાધડીયા, ભરતસિંહ ડાભી, રમેશભાઈ રબારી, સતીશભાઈ ગરચર સહિતના સ્ટાફે કરેલ છે.

Leave A Reply

Your email address will not be published.