માળિયાના ખાખરેચી ગામેથી વરલીનો જુગાર રમતા એક ઝડપાયો



માળિયાના ખાખરેચી ગામના જુના બસ સ્ટેન્ડ નજીક થી વરલીનો જુગાર રમતા એક શખ્સને માળિયા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ખાખરેચી ગામના જુના બસ સ્ટેન્ડ નજીકથી વરલીનો જુગાર રમતા ભરતભાઈ જગજીવણભાઈ કૈલાને રોકડ રકમ રૂ.૪૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.