

આગામી તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૦૧ થી ૦૮ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે તેમજ તા. ૧૫ માર્ચથી ૨૨ માર્ચ સુધી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૦૧ થી ૦૮ માર્ચ સુધી પ્રતિદિન અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવાના આવશે જેમાં તા. ૦૧ માર્ચના રોજ સવારે ૯ કલાકે સરદાર બાગ મોરબી ખાતે યોગા અને ઝુમ્બા સેશન ફોર વૂમન, તા. ૦૨ માર્ચના રોજ સાંજે ૭ કલાકે નગર દરવાજા ફ્લેશ મોબ, તા. ૦૩ માર્ચના રોજ સાંજે ૭ : ૩૦ કલાકે શનાળા પટેલ વાડીએ હોલિકા દહન, તા. ૦૫ માર્ચના રોજ સવારે ૧૦ થી ૧૧ સુધી ઓમ શાંતિ વિધાલય ખાતે સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમ અને તા. ૧૧ : ૧૫ કલાકે અડલ્ટ એજ્યુકેશન અવેરનેસ કાર્યક્રમ ઓમ શાંતિ વિધાલય ખાતે યોજાશે તેમજ તા. ૦૬ માર્ચના રોજ સર્વાઈકલ કેન્સર, સ્તન કેન્સર સ્વ નિરીક્ષણ કાર્યક્રમ બપોરે ૩ કલાકે યોજાશે
તા. ૦૬ અને ૦૭ માર્ચના રોજ સવારે ૯ કલાકે મહાનગરપાલિકા મુખ્ય કચેરીએ અ ડે વિથ કમિશ્નર, તા. ૦૭ માર્ચના રોજ સાંજે ૭ કલાકે ડી માર્ટ ખાતે નુક્કડ નાટક (મહિલા સુરક્ષા અને અધિકારો) તા. ૦૭ માર્ચના રોજ મકનસર ક્રિકેટ મેદાન ખાતે મહિલા ક્રિકેટ મહાપાલિકા સ્ટાફ માટે, તા. ૦૮ માર્ચના રોજ વિકાસ વિધાલય ખાતે મસ્તી સ્ટ્રીટ અને ૦૮ માર્ચના રોજ સરદાર બાગ ખાતે મહિલા સશક્તિકરણ અને સમાજમાં ભૂમિકા વિષય પર સ્પર્ધા યોજાશે
તેમજ તા. ૧૫ માર્ચથી ૨૨ માર્ચ સુધી મકનસર ક્રિકેટ મેદાન ખાતે ઓલ મોરબી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે તમામ મહિલાઓલક્ષી કાર્યક્રમોનો મોરબીની મહિલાઓએ લાભ લેવા કમિશ્નરની યાદીમાં જણાવ્યું છે

