

રંગપર (બેલા) ગામની સીમમાં કાચા રસ્તેથી બોલેરો પીકઅપ ગાડીમાંથી પોલીસે ૧૦૦૦ લીટર દેશી દારૂ અને બોલેરો સહીત ૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે બોલેરો ચાલકને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક સફેદ કલરની બોલેરો પીકઅપ જીજે ૦૩ એઝેડ ૮૬૬૭ વાળીમાં ગેરકાયદેસર દારૂ ભરીને મોરબીથી જેતપર તરફ આવતી હોવાની બાતમી મળત ટીમે વોચ ગોઠવી હતી અને રંગપર (બે) ગામ નજીક કાચા રસ્તે બોલરો મળી આવતા પોલીસે તલાશી લીધી હતી જે બોલેરોમાંથી દેશી દારૂ ૧૦૦૦ લીટર કીમત રૂ ૨ લાખ અને બોલેરો પીક અપ કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૫ લાખનો મુદામાલ કબજે લીધો છે બોલેરો ચાલક હાજર મળી આવ્યો ના હતો જેથી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

