

સરહદી રેંજ, ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક મોરબી કે પી પરમારના માર્ગદર્શન હેઠળ સેવા મેરા યોગદાન સ્કીમ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જી એમ ઈ આર એસ મેડીકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ મોરબી સંચાલિત સિવિલ હોસ્પીટલના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું જીલ્લા સિવિલ હોસ્પીટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે કુલ ૭૬ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું


