મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં આગામી વર્ષનું અંદાજપત્ર રજુ કરાશે   

 

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક તા. ૨૪-૦૨ ના રોજ બપોરે ૪ : ૩૦ કલાકે જીલ્લા પંચાયત સભાખંડમાં પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળશે જેમાં આગામી વર્ષનું અંદાજપત્ર રજુ કરવામાં આવશે

 

સામાન્ય સભા બેઠકમાં ગત સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત એક કલાક પ્રશ્નોતરી યોજાશે બાદમાં સદસ્ય તરફથી મળેલ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે જીલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટના કામોને બહાલીની અપેક્ષાએ આપેલ સૈદ્ધાંતિક તથા વહીવટી મંજુરીના કામોને બહાલી આપવા, સ્વ ભંડોળ અને રેતી રોયલ્ટીના રજુ થયેલ કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવા તેમજ સ્વ ભંડોળ અને રોયલ્ટીની રજુ થયેલ દરખાસ્તોને વહીવટી મંજુરી આપવા, હેતુફેર કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવા તેમજ ૧૫ માં નાણાપંચના જીલ્લા કક્ષાને ૧૦ ટકાના રજુ થયેલ હેતુફેર કામોને મંજુરી આપવાના એજન્ડાઓ પર ચર્ચા કરી મંજુરીની મહોર લગાવવામાં આવશે

તે ઉપરાંત જીલ્લા પંચાયત મોરબીનું વર્ષ ૨૦૨૫-૨૬ નું સુધારેલ અને વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર રજુ કરવામાં આવશે અને ચર્ચા બાદ મંજુરીની મહોર લગાવવામાં આવશે

Leave A Reply

Your email address will not be published.