ખેલ મહાકુંભમાં મોરબીનુ ગૌરવ: સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ, હળવદના સ્કેટર્સે જીત્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ


Message New era Global school on WhatsApp.

 

 

ગુજરાત સરકાર દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘ખેલ મહાકુંભ’ અંતર્ગત સુરત ખાતે ૧૫ અને ૧૬ ફેબ્રુઆરી દરમિયાન રાજ્ય કક્ષાની આર્ટિસ્ટિક સ્કેટિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના પ્રતિનિધિત્વ સાથે સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ, હળવદના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતતા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

અન્ડર-૧૪ ગર્લ્સ ક્વાર્ટેટ ટીમે ઝૂકાવ્યો સિલ્વર મેડલ

અન્ડર-૧૪ ગર્લ્સ ક્વાર્ટેટ ટીમમાં ભટ્ટ દેવાંશી, ગોસાઈ નિહારિકા, જાડેજા નમ્રતાબા અને વિઠલાપરા નીરજાએ તાલમેલ, આત્મવિશ્વાસ અને ઉત્તમ કૌશલ્યનું પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ રજત ચંદ્રક હાંસલ કર્યો. ટીમ ગેમમાં તેમની એકજૂટતા અને તાલબદ્ધ રજૂઆત પ્રશંસનીય રહી.

અન્ડર-૧૪ બોયઝ ક્વાર્ટેટ ટીમે જીત્યો બ્રોન્ઝ

ચૌહાણ ધર્મરાજ, સરવૈયા સામજી, પરમાર રાહુલ અને કારેણા શ્રેયાંશની અન્ડર-૧૪ બોયઝ ક્વાર્ટેટ ટીમે પણ ચપળતા અને દમદાર પ્રદર્શનથી કાંસ્ય ચંદ્રક મેળવ્યો. ટીમની રમતમાં ઉત્સાહ અને નિષ્ઠા સ્પષ્ટ દેખાઈ.

કોચના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ

આ તમામ ખેલાડીઓ જાણીતા કોચ જીતેન્દ્ર આચાર્યના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે. તેમની સખત મહેનત, અનુભવો અને ખેલાડીઓના સમર્પણના પરિણામે રાજ્ય કક્ષાએ આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.

વિજેતા ખેલાડીઓને તેમના કોચ, વાલીઓ, શાળાના ટ્રસ્ટી  હિતેન ઠક્કર તેમજ મોરબી જિલ્લા રમતગમત અધિકારી અને સિનિયર કોચ (SAG) રવિભાઈ ચૌહાણ સહિત રમતગમત પ્રેમીઓ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સિદ્ધિથી મોરબી જિલ્લાના સ્કેટિંગ વર્તુળમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.