

મોરબી મા લીલાપર રોડ પર આવેલ બોરીયા પાટી વાડી વિસ્તારમા મોડી રાત્રીના જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં મારમારીમાં ઘવાયેલા ત્રણ યુવાનના મોત નિપજ્યા છે
મળતી વિગત મુજબ મોરબી મા લીલાપર રોડ પર આવેલ બોરીયા પાટી વાડી વિસ્તાર મા મોડી રાત્રીના સમયે બે જુથ વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો જેમા આ જુથ અથડામણ દરમ્યાન ત્રણ યુવાનો ના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા જેથી ઘટના ત્રિપલ મર્ડર મા પલટયો હતો આ બનાવ ની જાણ થતાની સાથે જ ડી.વાય.એસ.પી બન્નો જોશી ,એલ સી.બી પી.એસ.આઇ આર.ટી.વ્યાસ ,તાલુકા પી.એસ.આઇ એસ.એ.ગોહીલ, એ-ડિવિઝન અને એસ.ઓ.જી. સહીત નો પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંત જ દોડી આવ્યો હતો અને ત્રણે મૃતદેહ ને સિવીલ હોસ્પીટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમા સામે ના જુથ ને પણ આ મારામારીમાં ઇજા થઇ હોવાથી ખાનગી હોસ્પીટલમાં સારવારમાંં ખસેડવામાં આવ્યા હતા એટલ બને હોસ્પિટલમાં પોલીસ છાવણી માં ફેરવાય હતી
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જમીન મુદ્દે આ માથાકૂટ થઈ હતી જે બાબતે બોલાચાલી બાદ બઘડાટી બોલય બાદ આ હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે