સરતાન પર રોડ પરથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી એલસીબી ટીમે વાંકાનેરના સરતાનપર રોડ નજીકથી એક શખ્સને વિદેશીદારૂની ૫ બોટલ અને મોટર સાયકલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમે સરતાનપર રોડ પરથી શકિતસિંહ વિરભદ્રસિંહ ગોહીલ રહે. પીપળી ગામ ઓમ પાર્ક વાળાને પોતાના હવાલા વાળા મો.સા જી.જે. ૩૬ કે. ૭૪૯૧ કી રૂ ૩૫૦૦૦ પર એક થેલી માં વિદેશી દારૂની ની બોટલ નંગ ૫ કી રૂ ૨૭૦૦ મળી કુલ કી રૂ ૩૭૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat