Billboard ad 1150*250 Billboard ad 1150*250

આનંદો : સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે મોરબીમાં નિશુલ્ક વર્ગો

આગામી રવિવારે યોજાશે ફ્રી સેમીનાર

ઓદ્યોગિક રીતે સંપન્ન મોરબી નગરી શૈક્ષણિક દ્રષ્ટીએ હજુ પછત હોય મોરબીના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીનું વાતાવરણ મળતું ના હોય જેથી સરકારી નોકરીઓના સ્વપ્ન અધૂરા રહેતા હોય છે જેથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન વર્ગોનો પ્રારંભ કરવામાં આવશે.

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ દ્વારા જીપીએસસી વર્ગ ૧ અને ૨ ની તાલીમ યુવાનોને મળી રહે તેવા હેતુથી નિશુલ્ક વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી તા. ૧૯ ને રવિવારના ફ્રી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તા. ૨૪ ઓગસ્ટથી જીપીએસસીના વર્ગોનો પ્રારંભ સ્પીપા સેન્ટર, આર્ટસ કોલેજ નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતે શરુ કરવામાં આવશે ફ્રી સેમીનારમાં જોડાવવા ઈચ્છુક ઉમેદવારોએ મોબાઈલ નં ૮૦૦૦૨ ૭૮૯૧૦ પર રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat