

ટંકારા તાલુકામાં એકસાથે 12 ઇંચ વરસાદ ખાબકી જતા દોડધામ મચી છે. રવિવારે ધારાસભ્ય બાવનજીભાઈની આગેવાનીમાં ભાજપના કાર્યકરો પ્રભુ કામરીયા, પ્રવિણભાઇ, ક્રિશ સીંદરિયા, ભવાન ભગિયા, હરેશ ઘોડાસરાએ અસરગ્રસ્ત 18 ગામની મુલાકાત કરી હતી. તેમજ બંગાળી ચીંચાઈ યોજનાના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત વીરવાવ, સામડી, હમીરપર, નાના ખીજડિયા સહિતના ગામોમાં 16 પશુ તણાઈ જતા 3.84 લાખના ચેકનું વિતરણ કર્યું હતું. સાંસદ મોહન કુંડરીયાએ ગામડામાં થયેલી નુકશાનીમાં ચેક ડેમ, રેલવે, સ્કૂલ કમ્પાઉન્ડ, રસ્તા વગેરેને તાત્કાલિક રીપેર કરવા અને ખેડૂતોને બિયારણનું વળતર તેમજ મકાનોની સહાય આપવા રજુઆત કરી છે. જિલ્લા ભાજપ રઘુભાઈ ગડારાની આગેવાનીમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે.