ભારે વરસાદને કારણે વાંકાનેરથી જડેશ્વર મંદિર સુધી જવાનો રોડ તુટ્યો

તંત્રની બેદરકારીને કારણે રોડનું કામ નબળું થયું : મયુર ઠાકોર

વાંકાનેર થી ૧૧ કિ. મી દુર આવેલા જડેશ્વર મહાદેવ મંદિર સુધી જવા માટે વચ્ચે આવેલા વડસર ના તળાવ પાસે થોડા સમય પહેલા રોડ તેમજ નાલા પહોળા કરવાની કામગીરી કરવામાં આવી હતી .ત્યારે હાલ માં પડેલ વરસાદ ના હિસાબે વડસર ના તળાવ ની બીજી ગોલાઇ માં રોડ ઉપર મસ મોટી તિરાડ પડી ગઈ અને રોડ નીચે બેસી ગયો છે અને રોડ ની સાઈડ માં પણ તિરાડો પડી ગઈ છે જે મામલે મયુર ઠાકોરએ આક્ષેપ કર્યો છે કે તંત્ર ની બેદરકારી ને કારણે રોડ નું કામ નબળું થયું હોય એવું લાગે છે તેમજ  હાલ માં પડેલ મેઘરાજા એ તંત્ર ની પોલ છતી કરી નાખી છે..

 

Comments
Loading...
WhatsApp chat