ધોધમાર વરસાદમાં મકાન પડી જતા નવજાત શિશુ અને માતાને મળ્યો સહારો

ટંકારામાં ધોધમાર વરસાદથી મકાનોને અસર થઈ છે. ગરીબ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા લાખાભાઈ વાઘેલાનું કાચું મકાન તથા સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ સમયે તેમના પત્નીને પ્રસવની પીડા ઉપડતા તેણીને તાત્કાલિક ટંકારા સરકારી દવાખાને દાખલ કરાયા હતા. નોર્મલ ડિલિવરી બાદ માતાએ બાળકીને જન્મ આપ્યો, પરંતુ રહેવા ઉપર આભ અને નીચે ધરતી રહી હતી. આ બાબતથી વાકેફ બીપીનભાઈ પ્રજાપતિ દ્વારા તેમને તમામ સારવાર તેમજ દવા અને જમવા માટે ફૂડ પેકેટ આપીને આર્યસમાજમાં સગવડ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat