ટંકારાના અતિવૃષ્ટિ ભોગ બનેલા પરિવારોને કોણે કરી મદદ

ટંકારામા અતિવૃષ્ટિથી પંથકના લગભગ ૯૯ જેટલા પરીવારોની ઘરવખરી સહિતનો તમામ સામાન પાણીના પ઼વાહમા તણાય જતા તબાહ થયા હતા.ભોગ બનેલા તમામ અસરગ઼સ્તોને કોંગે઼સ શાસિત તાલુકાપંચાયતે માનવતા દાખવી ૪,૩૫,૬૦૦ની સહાય ચુકવી હતી.રોકડ સહાય અંગે મેઘપ઼કોપનો ભોગ બનેલા પરીવારોને ચેક ઈસ્યુ થતા ચેક વટાવવા દરેક લાભાથીઁને બેંકમા બચતખાતુ નહોવાથી સમસ્યા વકરી હતી.તાકિદે ખાતા ખોલાવવા બેંકો ઉપર દોડેલા ભોગગ઼સ્ત ગરીબોને નફ્ફટ અને કામચોર બેંકના જવાબદારોઍ શરૂઆતમા માનવતા દાખવવાના બદલે રીતસરના તતડાવીને હડધુત કરી તગેડી મુકયા હતા. મોડી સાંજે બેંકોના ચકર ખાયને હતાશ અને નાસીપાસ થયેલા તમામ ગરીબો બેંક સતાવાળાના અકડ વલણથી કંટાળીને તા.પં.કચેરીઍ ચેક પરત કરવા પહોચતા જ કોંગે઼સી આગેવાન મહેશ રાજકોટીયા સ્થાનિક તંત્ર,જીલા કલેકટર સહિતના અમલદારોને રાવ કરી બેંકોની શાન ઠેકાણે લાવવા રજુઆત કરતા તંત્ર પણ બેંકોની રોજીંદી આ પ઼કારની ફરિયાદથી ઉકળી ઉઠયુ હતુ.અને બીજે જ દિવસે ઉઘડતી કચેરીઍ તમામ બેંકોના જવાબદારોને તતડાવતા તમામ બેંકોઍ ખાતા ખોલીને ચેક જમા લઈ તાકિદે કલિઅરીંગ કરીને તમામ ભોગગ઼સ્તોને નાણા ચુકવણુ કરતા ગરીબ પરીવારો તંત્રની સરાહનિય કહેવાય તેવી મદદ થઇ હતી .

Comments
Loading...
WhatsApp chat