આર્ટસ કોલેજના પ્રિન્સીપાલના ગેરવર્તનથી ABVP ખફા

મોરબી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા SPIPA લાઈબ્રેરીના પુસ્તકોનું સેન્ટર બદલી આપવા અને આર્ટસ કોલેજના પ્રિન્સીપાલની ગેરવર્તણુક મામલે જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ શૈક્ષણિક જગતમાં છેલ્લા ૬૮ વર્ષથી કાર્યરત છે.શૈક્ષણિક તેમજ રાષ્ટ્રહિત માટે અગ્રેસર રહી પુરા ભારતભરમાં કામ કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે.વિધાર્થીના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમો કરે છે.

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે SPIPA સેન્ટર ફાળવવામાં આવ્યું છે.તેની લાઈબ્રરીમાં આ SPIPA સેન્ટરને ઉપયોગી અને વિધાર્થીને ઉપયોગી એવા પુસ્તકો પણ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.આ પુસ્તકો હાલ ધૂળ ખાય છે તેમજ ત્યાના પ્રિન્સીપાલ કણઝારીયાના વલણને લઈને વિધાર્થીઓને ઉપયોગી બની શકતા નથી.યુ.એન.મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ વિધાર્થીઓને ઉદ્ધત જવાબ આપે છે અને કહે છે કે લાઇબ્રરી શનિવાર અને રવિવાર જો લાઇબ્રરીને ટાઈમ હશે તો ખુલશે બાકી નહિ ખુલે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી.હું પણ મોરબી કોંગ્રેસ શહેરનો ઉપપ્રમુખ છુ અને તમારાથી જે થાય તે કરો આવી આવીવર્તનીય તથા ગેરવ્યાજબી શબ્દો વિધાર્થી સમક્ષ બોલે છે અને દાદાગીરી કરે છે.

જેથી ABVP દ્વારા જીલ્લા કલેકટરને વધુંમાં વિનતી કરતા જણાવ્યું છે કે આ SPIPA સેન્ટર લાઇબ્રરીના પુસ્તકોને L.E કોલેજની લાઈબ્રેરી નવી બની છે ત્યાં ટ્રાન્સફર કરવામા આવે છે તેથી આ પુસ્તકો વિધાર્થીને લાભ મળી રહે અને વિધાર્થીઓને તેના ભાવી માટેનું પુરતું અને સચોટ જ્ઞાન મેળવી શકે.વિધાર્થીઓને રોષ ભભૂકી ઉઠે એવી એક ચિંગારી  દાવાનળ બને તે પહેલા આપ વિધાર્થીઓના હિત માટે આ પ્રશ્નનો યોગ્ય હકારાત્મક નિકાલ કરી આપો તેવી વિધાર્થી તરીકે અમોને આપ પાસેથી વિશ્વાસ છે.

અને અંતે જણાવ્યું હતું કે યુ.એન.મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ કણઝારીયા ભવિષ્યમાં એ આચાર્ય પોતાની મર્યાદા રહે અને વધારે કોઈ એવું વિધાર્થી અહીતનું આગળ પગલુંનાં ભરે અને વિધાર્થીઓને ન્યાય આપવો તેવી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ મોરબીની માંગ છે.

Comments
Loading...
WhatsApp chat