

મોરબીના રણછોડનગર પાસે અમૃતપાર્ક પાસે મફતીયાપરામાં જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને પોણો લાખ રોકડ સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે તપાસ કરી રણછોડનગર પાસે અમૃતપાર્ક પાસે મફતીયાપરામાં જાહેરમાં જુગાર રમતા અસલમ કાસમભાઇ દલવાળી, વીમલ ઉર્ફે વીપુલ નટુભાઇ સોલંકી, રાજેશ સુભાષભાઇ ચોબે, દાઉદ ગનીભાઇ પીપરવાડીયા, યાકુબખાન અબ્દુલખાલીબ ખાન અને આર્યન બાલુભાઇ ખીટને ૭૬,૩૫૦ રૂપિયા સાથે પકડી લઇ જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

