

મોરબીની પ્રજા ગમે તેટલી મુશ્કેલી અનુભવે, હેરાન થાય કે જીલ્લામાં ગુનાખોરી છાપરે ચડી જાય પણ નેતાઓ ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.મોરબી જીલ્લામાં મારામારી, લુંટ, હત્યા, ચોરી સહિતના બનાવો એ ભરડો લીધો છે પ્રજા રોડ પર નીકળતા ભય અનુભવી રહી છે પણ જીલ્લા ભાજપના નેતાઓ અભિવાદન સમારોહ યોજી મસ્તીની મોજમાં તલ્લીન જોવા મળી રહ્યા છે
મોરબીમાં સોની યુવાનની હત્યા બાદ સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો અને કેન્સલ માર્ચ યોજી મૌન રેલી કાઢવામાં આવી હતી જેમાં સભ્ય સમાજના આગેવાનો જોડાયા હતા અને મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે બાદ શનાળા રોડ ચક્કાજામ કરીને કડક કાર્યવાહીની માગ કરી હતી જે બાદ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવીને ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો જો કે છ ચકચારી હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસે પણ એક દિવસ દેખાવ કરવા માટે કોમ્બિંગનું નાટક કરવામાં આવ્યું હતું અને દેખાડો કરીને ટુક સમય માં જ કોમ્બિંગ પૂરું કરી દેવામાં આવ્યું તો કોમ્બિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળે કે કોઈ શંકાસ્પદ કે ગુનેગાર સામે કાર્યવાહી કરવામાં આવી તેવું મીડિયા સામે જાહેર પણ નથી કરવામાં આવ્યું હતું પોલીસ ચોપડે પણ કાર્યવાહી ના કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે જેથી અનેક સવાલો ઉભા થયા છે તો ગુનાખોરીએ મોરબીને ભરડામાં લીધું છે અને સમાજ આક્રોસ સાથે રોડ પર ઉતાર્યો હતો છતાં પણ મોરબીના કહેવાતા બાહોશ એસપી પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળ્યા નથી
હત્યાના ગણતરીના દિવસો થયા છતાં સમાજના આક્રોસ સમયે એક પણ નેતા મૃતકના પરિવારને સાંત્વના પાઠવતા હોય તેવું નજરે પડ્યું નથી ઉલટાનું જીલ્લાના સંગઠનની નવી રચના થયા બાદ નવા હોદેદારોનો ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો જે સમારોહમાં પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ, ધારાસભ્ય, જીલ્લા ભાજપ પ્રમુખ સહિતના ટોચના નેતાઓ જોડાયા હતા પંરતુ જીલ્લામાં વધતી જતી ગુનાખોરી અંગે એક પણ નેતા એ ચિંતા વ્યકત કરી ના હતી તેમજ નેતાઓ પત્રકારોમાં પણ ભાગ પડાવવાના ઉદેશ સાથે અમુક પત્રકારોને ફોન કરી પોતાના ઘરે લીલા તોરણે જાન આવી હોય તેમ જરૂરને જરૂર આવજો તેવા ફોન કરી આમંત્રણ આપતા હતા અરે ભાઈ તમે પણ મોરબીમાં રહો છો અને સુફીઆણી વાતો કરો છો પણ ગ્રાઉન્ડ પર નેતાગીરી બતાવી પ્રજાની વ્હારે આવો તો પ્રજાના સાચા સેવક કહેવાય નહિ
જીલ્લા ભાજપમાં નવા સંગઠનની રચનામાં પણ એક જ જૂથને સ્થાન મળ્યું હોય તેવો ધાટ જોવા મળ્યો છે તો જીલ્લા ભાજપની રચના પછી અંદરોઅંદર કહી ખુશી કહી ગમ જોવા મળે છે તો ચર્ચા તો ત્યાં સુધી છે કે નારાજ પૂર્વ હોદેદારો આક્ષેપબાજી કરવામાં કઈ બાકી રાખતા નથી અને જેતે વ્યક્તિની ફેમીલી સુધીની વાતો કરીને હોદો ના આપવો જોઈએ અને પ્રદેશમાં રજૂઆતના ગુણગાન ગાઈ રહ્યા છે તો ધારાસભ્ય લાગતા વળગતા લોકોને પાછા એમ કહે છે કે હત્યાની ધટના બાદ ગૃહ મંત્રી હર્ષ સંધવીને ફોન કરી જાણ કરી બાદમાં હર્ષ સંધવી એ ગંભીરતા લઈને એસપીને ફોન કરી સ્થિતિ સુધારવા માટે સુચના આપી છે પણ સાહેબ જો હર્ષ સંધવી એ ફોન કરી એસપીને સુચના આપી હોય છતાં પણ પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી રહી છે તો કાતો હર્ષ સંઘવીનું મોરબી પોલીસ ગાંઠતી નથી કા તો નેતાઓ જુઠા ગાણા પ્રજા સામે ગાઈ રહ્યા છે
મોરબી એક સમયનું પેરીસ ગણવામાં આવે છે મોરબીમાં ધંધા રોજગાર પણ ભરપુર છે પણ નેતાઓની અણઆવડત કહો કે સ્વાર્થીપણું તેના કારણે મોરબીની પ્રજા હેરાન થઇ રહી છે પોતાના અંગત ફાયદો જોવામાં મોરબીની બિહાર કરતા પણ બદતર હાલત આ નપાણીયા નેતાઓએ કરી નાખી છે પ્રજા જાગૃત થાય અને માઈકાંગલા નેતાઓને ચુંટણી ટાણે પાઠ ભણાવે તો ઉદ્ધાર થશે નહિ તો મોરબીની હાલત દિનપ્રતિદિન ખરાબ જ થવાની છે


