મોરબીની વિખ્યાત લેક્સસ ગ્રેનાઈટોના શેર ઈશ્યુ, રોકાણકારો માટે ઉત્તમ તક

મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વકક્ષાએ વિકાસ પામ્યો છે. ચાલુ વર્ષના અંતમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો સમિટના માધ્યમથી ૭૦ થી વધુ દેશોના ઈમ્પોર્ટરોને ખેંચી લાવીને વિશ્વ બજારમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ તેનો હિસ્સો વધારીને એક્સપોર્ટ વધારવા માટે પ્રયત્નશીલ છે ત્યારે મોરબીની સિરામિક કંપનીઓ હવે શેરમાર્કેટમાં પણ લીસ્ટેડ થવા લાગી છે. આજે મોરબી\ની લેક્સસ ગ્રેનાઈટો ઇન્ડિયા લીમીટેડ કંપનીએ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કંપનીને લીસ્ટેડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હોય જેના લોન્ચિંગ માટેનો સમારોહ શહેરના સ્કાય મોલ ખાતે યોજવામાં આવ્યો હતો. કંપની દ્વારા ૫૭ લાખ ૬૦ હજાર શેર ઇસ્યુ કર્યા છે જે કંપનીના કુલ  શેર કેપિટલનો ૩૦ ટકા હિસ્સો છે. ૫૭ લાખ ૬૦ હજાર શેરમાંથી ૩ લાખ શેર માર્કેટ મેકર માટે સુરક્ષિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને ૫૪ લાખ ૬૦ હજાર શેરમાંથી ૫૦ ટકા એટલે કે ૨૭ લાખ ૩૦ હજાર શેર રીટેલ રોકાણકારો માટે સુરક્ષિત રાખવામાં આવશે અને બાકીના ૫૦ ટકા શેરનો હિસ્સો નેટવર્થ વ્યક્તિઓ માટે સુરક્ષિત રખાશે તેવી માહિતી કંપની દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવી હતી. આજે યોજાયેલા સમારોહમાં લેક્ષસ સિરામિક ગ્રુપની કોર મેનેજમેન્ટ ટીમનાં સભ્ય બાબુલાલ દેત્રોજા, અનિલકુમાર દેત્રોજા, હિતેશભાઈ દેત્રોજા અને નીલેશભાઈ દેત્રોજા તેમજ આમંત્રિત મહેમાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat