મોરબીની સિવિલ હોસ્પિટલમાં તૂટેલા દરવાજા કોણ રીપેર કરાવશે ?

મોરબીની સિવિલ હોસ્પિટલના બેદરકાર અને મનમોજી તંત્રના પાપે દર્દીઓને જીલ્લાકક્ષાની હોસ્પિટલની સુવિધાઓ મળી સકતી નથી. હોસ્પિટલમાં અનેક અવ્યવસ્થા અને ગંદકી જેવી સમસ્યા જોવા મળતી હોય છે. હોસ્પિટલના જવાબદાર તંત્રના પાપે ગરીબ દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે તેવું વાતાવરણ જાણે કે ઉભું કરવામાં આવી રહયું હોય તેમ અવારનવાર લીફ્ટના ધાંધિયા, ખૂણે ખૂણે ગંદકી જોવા મળતી હોય છે ત્યારે હોસ્પિટલમાં આજે વધુ એક અવ્યવસ્થા જોવા મળી છે. સિવિલ હોસ્પિટલના દરવાજાના કાચ તૂટેલા જેમ તેમ પડ્યા છે તેને રીપેર કોણ કરાવશે તેવા સવાલો સહજ ઉઠી રહ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat