

મોરબીના શાપર ગ્રામ પંચાયત દ્વારા પ્રાદેશિક અધિકારી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મોરબીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે મોરબી જેતપર રોડ પર શાપર અને જસમતગઢ નજીક સિરામિક એકમો આવેલા છે જે કારખાના દ્વારા પ્રદુષિત પાણી અવારનવાર છોડવામાં આવી રહ્યું છે જે દુષિત પાણીથી ગામના તળાવનું પાણી ઝેરી બને છે. આ મામલે અવારનવાર કારખાનાના માલિકોને સુચના આપવા છતાં કારખાનેદારો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. કારખાનાના દુષિત પાણીથી પીવાના પાણી પ્રદુષિત થઈ રહ્યા છે અને ઝેરી કચરા તેમાં ભળી જતા ગ્રામજનોના જનઆરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે જેથી કારખાના દ્વારા ફેલાવાતા પ્રદુષણને રોકવા માટે તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે આ બાબતે મોરબી પ્રાદેશિક પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સંપર્ક કરતા તેમેણ કહ્યું હતું કે ફરિયાદને પગલે સ્થળની તપાસ કરવામાં આવી હતી જ્યાંથી દુષિત પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.