મોરબીમાં ખેતીની જમીનમાં અસામાજિક તત્વોના ત્રાસની ફરિયાદ

મોરબીના હદાણીની વાડીના રહેવાસી દેવજીભાઈ કણઝારીયાએ એ ડીવીઝન પોલીસમાં લેખિત અરજીમાં જણાવ્યું છે કે માધાપર સર્વે નં ૩૧ પૈકીની રહેણાંક બિનખેતી જમીન માં થયેલ પ્લોટો પૈકી તેની વડીલોપાર્જિત ખેતીની જમીન માધાપરના રેવન્યુ સર્વે નં ૩૦ પૈકી વાળીની તાજેતરમાં જમીન માપણી કચેરી દ્વારા માપણી કરાવેલ છે. તે કચેરીના જવાબદાર અધિકારી દ્વારા સ્થાપિત હદ નિશાન મુજબ અમારી હદમાં સિમેન્ટના ફેન્સીંગ કરવા થાંભલા ઉભા કેલ અને લોખંડની એન્ગલો નાખી હતી જે ગત તા. ૧૨ ના રોજ રાત્રીના સમયે વાવડી રોડ, રંગાણીની વાડી પાસે તહેવારમાં બહાર ગયા બાદ ફરિયાદી તથા ભવાનભાઈ, તેનો દીકરો ત્રિભોવનભાઈ અને ખીમજીભાઈ ઘેર આવતા માલૂમ પડ્યું કે ફેંકસીંગના ઉભા કરેલ લોખંડના તથા સિમેન્ટના થાંભલા બાજુમાં આવેલ ક્રિષ્ના પાર્કના પ્લોટ ધારકોએ અને મકાન ધારકોએ પાછળથી તોડી નાખી ભાંગતોડ કરી છે અને અમારી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઉભા થાંભલાને ભાંગી નુકશાન કરેલ છે. રસ્તા બાબતે ક્રિષ્ના પાર્કના રહીશોએ દબાણ કરેલ છે. જે મામલે તેઓ અગાઉ પણ ઝઘડા કરેલ હોય, તાત્કાલિક આ પ્લોટ/મકાનધારકોએ રસ્તા પર જે દબાણ કરેલ છે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat