મોરબી:જેતપર ગામે તસ્કર ટોળકી બેફામ, 3 મકાનમાં ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

 

મોરબી તાલુકાના જેતપર ગામે તસ્કર ટોળકીના આંતકની ઘટના સામે આવી છે. જ્યાં ચોરોએ બેફામ બની એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તોડીને તસ્કરી કરીને પોલીસને ખુલ્લો પડકાર આપ્યો હોવાની ઘટના સામે આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રીના જેતપર ગામ ખાતેના ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જ્યાં પ્રથમ મોચી વાળી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં ત્રાટકીને તસ્કરોએ તસ્કરી કરી હતી. જે બાદ ટાંકી વાળી શેરીમાં આવેલ બે મકાનને ટાર્ગેટ કરીને ચોરી કરી હતી. નોંધનીય છે કે આ ત્રણ મકાન પૈકી બે મકાન બંધ અવસ્થામાં હતા. જયારે એક મકાનમાં પરિવાર ભાડે રહેતો હતો કોઈ કારણોસર પરિવારજનો બહારગામ ગયા હતા. ત્યારે તકનો લાભ ઉઠાવીને તસ્કરોને જાણે મોકલું મેદાન મળ્યું હોય તેમ એક જ રાત્રીના ત્રણ મકાનને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. જ્યાં સોનાના દાગીનાની તસ્કરી હોવાનું પણ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે જેતપર વાસીઓ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ કરી રહ્યા છે.

Leave A Reply

Your email address will not be published.