

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા આધુનિક સાધનો વસાવી શહેરીજનોના જાનમાલની સુરક્ષા માટે કટિબદ્ધ છે ત્યારે ઈમરજન્સી સમયે ત્વરિત કામગીરી માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ૦૫ સ્થળોએ વોટર પોઈન્ટ્સની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે
મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાને ઈમરજન્સી સમયે ત્વરિત કામગીરી માટે પાંચ સ્થળોએ વોટર પોઈન્ટ્સની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે મોરબી શહેરમાં શોભેશ્વર રોડ પાણીનો સંપ, ઘુનડા રોડ પાણીનો સંપ, લીલાપર પાણીનો સંપ, સુરજ્બાગ પાણીનો સંપ અને પીપળી રોડ પાણીનો સંપ એમ પાંચ સ્થળોએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી આગ જેવા બનાવોના સમયે ફાયર ટીમનો સમય બચશે અને તેઓ અસરકારક કામગીરી કરી શકશે





