

મોરબી જીલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને ખોવાયેલા/ચોરાયેલા ૧૦.૯૧ લાખની કિમતના ૬૩ મોબાઈલ ફોન તેમજ ટંકારા લૂંટમાં રીકવર કરેલ ૭૨.૫૦ લાખની રોકડ રકમ સહીત કુલ રૂ ૮૩,૪૧,૮૭૨ નો મુદામાલ અરજદારોને પરત સોપવામાં આવ્યો હતો
મોરબી જીલ્લાના એ ડીવીઝન પોલીસે ૩૦ મોબાઈલ, બી ડીવીઝન પોલીસે ૭ મોબાઈલ, મોરબી તાલુકા પોલીસ મથકના ૮, વાંકાનેર સીટીના ૦૩, વાંકાનેર તાલુકા પોલીસના ૧૧, ટંકારા પોલીસ મથકના ૦૫ અને માળિયા પોલીસના ૨ સહીત કુલ ૬૩ મોબાઈલ ફોન કીમત રૂ ૧૦,૯૧,૮૭૨ અને ટંકારા લૂંટ કેસમાં રીકવર કરેલ રોકડ ૭૨,૫૦,૦૦૦ સહીત કુલ રૂ ૮૩,૪૧,૮૭૨ નો મુદામાલ પરત સોપવામાં આવ્યો હતો ત્યારે અરજદારોએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

