ધરમપુર ગામના સરપંચ-ઉપસરપંચ સહીત આઠને હોદા પરથી હટાવવાનો આદેશ

ધરમપુર ગામના ભરતભાઈ માવજીભાઈ માકાસણાએ ગ્રામ પંચાયતમાં ગૌચર જમીનમાં દબાણ અંગે રજૂઆત કરી હતી. જેમાં લાખાભાઈ મોહનભાઈ દ્વારા ૩ વીઘા, ભુપતભાઈ કરશનભાઈ દ્વારા ૨ વીઘા અને જાદવજી લઘુભાઈ દ્વારા ૨ વીઘા જમીન તેમજ નાનજીભાઈ ખાનાભાઇ દ્વારા ૧૨ વીઘા, માંઘભાઈ હકાભાઇ દ્વારા ૧૦ વીઘા અને સુરેશ શીવાભાઈ દ્વારા ૨ વીઘા જમીન પર દબાણ કર્યાનું ધ્યાન પર આવ્યું હતું. જે મામલે ગ્રામ પંચાયતના સચિવ તરીકે તલાટી કમ મંત્રી દ્વારા ગુજરાત પંચાયત ધારા ૧૯૯૩ ની કલમ ૧૦૫, ૨૪૯ ની જોગવાઈઓ મુજબ સરપંચ સમક્ષ મુકવામાં આવી હતી જેમાં ધરમપુર ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ ધરમપુર ગ્રામ પંચાયત હસ્તક ગૌચરના સર્વે નં ૫ માં અમુક ઇસમોએ દબાણ કરેલ છે આ તમામ દબાણ ૧૫ વર્ષ જુના છે. અરજદાર ભરતભાઈ માકાસણાએ ગામના તમામ સમાજથી વિમુખ થઈને અરજી કરેલ છે. દબાણ ખુલ્લું કરવવા નોટીસ આપવાથી ગામમાં વિવાદ વધી સકે છે તેવું જણાવીને નોટીસ આપવાની કાર્યવાહી મોકૂફ રાખવાની તેમજ નોટીસ આપવાનું કે કોઈ કાર્યવાહી કરવા માટે ગ્રામ પંચાયતને જરૂરિયાત નથી તેવો કરેલા ઠરાવને પગલે ડીડીઓ એસ.એમ.ખટાણા દ્વારા આજે ધરમપુર ગામના સરપંચ મનીષાબેન ભાવેશભાઈ માકાસણા, ઉપસરપંચ પ્રાણજીવન માકાસણા અને છ સદસ્યોને પદ પરથી દુર કરવાનો આદેશ આપ્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat