બગથળાના શિક્ષકને સાંદીપની વિદ્યાગુરુ એવોર્ડ અર્પણ




બગથળાની શ્રી હરી નકલંક વિદ્યાલય માધ્યમિક શાળામાં ફરજ બજાવતા અશોકભાઈ કામરિયાનું સાંદીપની વિદ્યાગુરુ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. રાજ્યના શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડ અશોકભાઈ કામરીયાને સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વિજ્ઞાન અને ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ ભૂમિકા અદા કરવા બદલ સાંદીપનીના કુલપિતા અને ભારતીય ધર્મ, સંસ્કૃતિ, અને સંસ્કારના જ્યોતિધર રમેશભાઈ ઓઝાના હસ્તે ગુરુપૂર્ણિમાની સંધ્યાએ સાંદીપની વિદ્યાગુરુ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ બગથળા ગામ અને શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

