નવયુગ શૈક્ષણીક સંકુલ ખાતે એલએલબી કૉલેજની શરૂઆત કરવામાં આવી.

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ નુ કંકુ તિલક કરી સ્વાગત કરાયુ

મોરબી શૈક્ષણિક સંકુલ સંસ્થા દ્વારા ટ્રસ્ટી પી.ઙી.કાંજીયા ના માર્ગદર્શન હેઠળ એલએલબી કૉલેજ શરૂ કરવામા આવી છે જેમા આજે એલએલબી કૉલેજ નો પ્રથમ દિવસ હોય વિદ્યાર્થીઓનુ શાળા ની બાળા દ્વારા કંકુ તિલક કરી અને આઈસ્ક્રીમ દ્વારા મોં મીઠા કરાવી એલએલબી કૉલેજ રૂમ મા પ્રવેશ અપાયો હતો અને પ્રાર્થનાસભા થી પ્રથમ દિવસ ની શુભશરૂઆત કરી નવયુગ સંકુલ ના શિક્ષક ભાવેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓ ને નવયુગ શૈક્ષણીક સંકુલ થી માહીતગાર કરવામા આવ્યા હતા લેકચરર ઙૉ.હેતલબેન ઉનઙકટ દ્વારા એલએલબી વિશે પ્રાથમિક માહિતી તેમજ મુળભુત અધિકારો નુ મહત્વ સમજાવી મહાનુભવો ની ઉપમા આપી કાયદા વિશે નુ પ્રાથમિક જ્ઞાન આપ્યુ હતુ આ તકે એલએલબી કોલેજ ના અધ્યાપક ઙૉ.હિતેશભાઈ ઝાલા રમેશભાઈ માલ્વી,મીનાબેન ઉપાધ્યાય ,બળવંતભાઈ સરસાવઙીયા સહીતનાઓ હાજર રહ્યા હતા અને તમામ એલએલબી ના વિદ્યાર્થીઓ ને ઉજ્જવળ કારકીર્દી માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat