ચકમપરના ગામના બંને તળાવો ખાલી, ગ્રામજનોની આંદોલનની ચીમકી

મોરબીના ચકમપર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને સાથે રાખીને જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે ચકમપર ગામમાં જુના અને નવા એમ બે તળાવો છે જે કુદરતી વરસાદના પાણીથી ભરાઈ જતા હતા પરંતુ ગામની બાજુમાંથી નર્મદાની કેનાલ નીકળવાથી તળાવમાં અત્યારે પાણીની આવક બંધ થઈ ગઈ છે. આથી તળાવ ખાલી રહે છે જે મામલે અનેકવાર રજૂઆત કરેલ છે તેમજ નોટીસ પણ પાઠવેલ છે તો પણ નર્મદા તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ચકમપર ગામના નવા તળાવ પર ચણતર દ્વારા જે આડશ કરેલી હોય છે તે દુર કરીને ગેટ ખોલવામાં આવે તેમજ ચકમપર ગામના જુના તળાવની બાજુમાંથી નીકળેલ ધ્રાંગધ્રા શાખા નહેરથી ૧૦૭.૯૯૮ પર મુકવાની માંગ કરવામાં આવી છે. આમ ગ્રામજનોના પાણીના પ્રશ્ન સંદર્ભે યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે. નર્મદા નિગમની આડોડાઈને કારણે ગ્રામજનોને પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો છે જે મામલે આજે આવેદન આપવામાં આવ્યું હતું તેમાં એમ પણ જણાવ્યું છે કે જો યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો પાણીના પ્રશ્ને લોકોનો આક્રોશ ભભૂકી ઉઠે અને આંદોલનનો માર્ગ લે તેની જવાબદારી ગ્રામ પંચાયતની નહિ પરંતુ તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Comments
Loading...
WhatsApp chat