જીએસટીથી ફર્નીચરના વેપારીઓ નાખુશ, જાણો શું છે માંગણીઓ ?

જીએસટી લાગુ થવાને માંડ ત્રણ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે જીએસટીનો વિરોધ ઉગ્ર બનતો જાય છે. આજે મોરબીના ફર્નીચરના વેપારીઓએ કલેકટરને આવેદન આપીને જીએસટી દર ઘટાડવાની માંગ કરી હતી.

મોરબી જીલ્લા ફર્નીચર એશો. દ્વારા લેખિત આવેદનમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા જીએસટીમાં ફર્નીચર પ્રોડક્ટ પર અતિશય મોટો ૨૮ % દર નક્કી કરવામાં આવ્યો છે જે ઘટાડવા તેમજ અમાનવીય કડકાઈ ભરેલ જોગવાઈઓ જનહિતમાં સુધારવા માટે રજૂઆત કરવા આવેદન આપીએ છીએ. જીએસટીમાં ટેકસ ઘટાડા તેમજ અમાનવીય કાયદાકીય જોગવાઈ જનહિતમાં સુધરવા મોરબી જીલ્લા ફર્નીચર એશો. તેમજ ગુજરાત ફર્નીચર એશો.ના તમામ નાના મોટા વેપારીઓ, ઉદ્યોગો, રીટેઇલર, હોલસેલર અને ટ્રેડર્સ સર્વેએ વિરોધ કરવા બંધ પાળ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat