મોદીના રોડ શોમાં પાસના સભ્યોની આત્મવિલોપનની ચીમકી

મોરબી જીલ્લા પાસની ટીમ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન દ્વારા અનામતની માંગણી કરી રહ્યા છે છતાં આ મામલે કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી તા. ૨૯ ના રોજ દેશના પીએમ નરેન્દ્ર મોદી જયારે રાજકોટના પ્રવાસે છે અને પીએમ મોદી રાત્રીના ૯ કલાકે રાજકોટમાં રોડ શો કરવાના છે જે સમય દરમિયાન પાસની ટીમના મનોજ કાલરીયા, જયેશભાઈ દલસાણીયા, જીતુભાઈ સાદરીયા અને રાજુભાઈ ડોડીયા સહિતની ટીમ આત્મવિલોપન કરશે તેમજ તમામ યુવાનોએ આ નિર્ણય સમજી વિચારીને કોઈ જાતના દબાણ વિના લીધો હોવાનું પણ અંતમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat