કોતવાલી પોલીસ મથકના ગુન્હામાં છ માસથી નાસ્તો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

અલીરાજપુર જીલ્લાના કોતવાલી પોલીસ મથકના ગુન્હામાં છ માસથી નાસ્તા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે પીપળીયા ચાર રસ્તા નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.વી.પટેલની સુચનાથી જુવાનસિંહ ઝાલા, ભરતદાન દેથાને કોતવાલી પોલીસ મથકના આઈ.પી.સી. ૪૫૭,૩૮૦ ગુન્હામાં છેલ્લા છ માસથી નાસ્તો ફરતો આરોપી હાલ મોરબી પીપળીયા ચાર રસ્તા નજીક હોવાની બાતમી મળતા ત્યાં જઈને તપાસ હાથ ધરવામાં આવતા પીપળીયા ચાર રસ્તા નજીકથી નવા બનતા કારખાનમાંથી આરોપી સંદેહી નીતિન સંડાઉ (ઉ.૨૨) રહે-લચનકોટ જી.અલીરાજપુર વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat