Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં મેધમહેર યથાવત, ખેડૂતો-નવરાત્રી આયોજકોમાં ચિતા

0 97
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી આજે બપોર બાદ મેધરાજા મોરબી જીલ્લા પર મહેરબાન થયા હતા અને ધીમીધારે તો ક્યારેક ધોધમાર  વરસાદ વરસ્યો હતો.જો મોરબી જીલ્લામાં ૨ થી ૪ દરમિયાન ટંકારામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો તો અન્ય તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ વરસ્યો છે.

 મોરબી જિલ્લામાં આ વર્ષે ૧૦૦% થી વધુ વરસાદ વરસી ચુક્યો છે. મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરીથી મેઘરાજાએ વરસાદ વરસવાનું શરૂ કરતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો હજુ પણ વરસાદ યથવાત રહે તો ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાય રહી છે જેમાં પણ ખાસ કરીને મોરબી  જીલ્લામાં કપાસ,મગફળી, તલ જેવા પાક લેવામાં આવે છે ત્યારે વધુ વરસાદને પગલે આ પાક નિષ્ફળ જવાની શક્યતા જોવાઈ રહી છે.

મોરબી જીલ્લામાં બપોરના ૨ થી ૪ સુધીમાં ટંકારામાં ૪૧ એમએમ, મોરબીમાં ૨ એમએમ, હળવદમાં 3 એમએમ અને માળીયામાં ૪ એમએમ વરસાદ નોંધાયો છે તો હાલ નવરાત્રીના આડે એક રાત્રી જ હોય ત્યારે મેધ મહેર યથવાત રહેતા નવરાત્રીના આયોજકો અને ગરબા પ્રેમીઓમાં પણ ચિતા જોવાઈ રહી છે અનેં હવે સૌ કોઈ મેધરાજાને ખમૈયા કરવા પ્રાથના કરી રહ્યા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat