મોરબી: સ્પામાં કામ કરતી યુવતીએ ધાબા પરથી પડતું મૂકી જીવન ટુકાવ્યું

મોરબીના લીલાપર રોડ,ઓમકાર રેસીડેન્સીમાં એકલવાયા જીવનથી કંટાળી યુવતીએ ધાબા ઉપરથી નીચે છલાંગ મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર લીલાપર રોડ,ઓમકાર રેસીડેન્સીમાં રહેતી અંબીકા ઉર્ફે પ્રીયા ગુલાબરાય માંઝી નામની મૂળ મધ્યપ્રદેશની યુવતી છેલ્લા પાંચ વર્ષથી એકલી રહી સ્પામાં કામ કરતી હતી. પોતાના એકલવાયા જીવનથી કંટાળીને યુવતીએ રેસીડેન્સીનાં ધાબા ઉપરથી નીચે પડતું મુક્યું હતું. ગંભીર ઈજાઓ થવાને કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.