મોરબીમાં ચાર શખ્શોએ દંપતીને ધમકી આપી રોકડ-દાગીના લૂંટી ચલાવી  

બનાવની મળતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે ગ્રીન પાર્કમાં રહેતા નટવર ઠાકરશીભાઈ કણઝારીયા વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રાત્રીના અઢી વાગે ચાર અજાણ્યા શખસો તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા જેને ફરિયાદી અને તેની પત્ની ભગવતીબેન એ બંનેને ડરાવી-ધમકાવી ફરિયાદીના પાકીટ અને કબાટમાં રાખેલા ૬૨૦૦ રોકડા તેમજ તેની પત્ની ભગવતીબેનના ગળામાં પહેરેલ સોનાના દાગીના કીમત રૂપિયા ૨૩૦૦૦ મળી કુલ ૨૯,૨૦૦ નો મુદામાલ લઈને આરોપી નાસી ગયા હતા. પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat