Billboard ad 1150*250

મોરબી જીલ્લાના ટંકારા અને વધાસીયામાં અકસ્માતમાં ૨ના મોત

0 457

જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રીના ના એકાદ વાગ્યા ના સુમારે વઘાસીયા ટોલનાકા પાસે ઉભેલ દિનેશભાઇ ચૌધરી ઉ.૨૬ ઉભા હતા ત્યારે ટ્રેલર નં- જી.જે. ૧૨.બી.ટી ૦૭૭૫ના ચાલકે કાવો મારી હડફેટે લેતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે મૃતકના જ્ઞાતિ બંધુ ધર્મેન્દ્રકુમાર રામેશ્વરભાઈ ચૌધરીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે રાજકોટ-મોરબી હાઇવે ઉપર અજાણ્યામ વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી ઠાકરશીભાઈ પટેલને એકટીવા નંબર જીજે ૩ એચ.એફ. ૪૪૬૨ ના પાછળ ભટકાડી ફરી.ના પિતા ને એકટીવા .ઉપરથી રોડ ઉપર પછાડી દઇ ગંભીર ઇજા કરી હતી.બાદમાં સારવાર દરમ્યાઈન મોત નીપજ્તા મૃતકના પુત્ર હિરેનભાઈ પટેલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ટંકારા પોલીસે આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat