


મોરબી બી.ડીવીઝનમાં વિજયભાઈ સવજીભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે કે ગત સાંજના સમયે અનિલભાઈ મોહનભાઈ ભુરીયા અને ભગવાનજીભાઈ ડુંડાભાઈ ભુરીયા રહે-સિન્થેટીક માર્બલ,લાયન્સ સ્કુલ પાછળ બંને રાશન લેવા જતા હતા ત્યારે આરોપી અહેમદ મોહમદ સુમરા,રાજુભાઈ તથા બીજા બે અજાણ્યા શખ્સોએ આવીને તેને માર મારતા અનિલભાઈ અને ભગવાનજીભાઈએ ફેક્ટરી જાણ કરતા વિજયભાઈ પરમાર તેમને સમજવા જતા આરોપી અહેમદ સુમરા સહિતના ત્રણ શખ્સોએ તેમને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો.બાદમાં તેમને સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે મોરબી બી.ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.