

મોરબીનાં લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે આધેડ બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલકને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગતો અનુસાર રજનીશભાઈ ચતુરભાઈ દેત્રોજાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના મોટાભાઈ સુરેશભાઈ દેત્રોજા પોતાના હવાલા વાળું હીરો હોંડા કંપનીનુ મોટરસાયકલ નં GJ-03-FR-0630 લઇ ઓફિસેથી ઘરે જતા હોય, દરમિયાન મોરબી વાકાનેર નેશનલ હાઇવે લાલપર એસ.બી.આઈ બેન્ક સામે સર્વીશ રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક આધેડનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

