ગલ્ફ દેશોમાં એક્સપોર્ટ કરેલા ૧૫૦૦ જેટલા કન્ટેનર રીટર્ન થતા કરોડોની નુકશાની
ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધથી મોરબી સિરામિક ઉદ્યોગ હેરાન પરેશાન સિરામિક એકમો બંધ થઇ ગયા છે પરંતુ બિનજરૂરી ખર્ચને કારણે મુશ્કેલી



મોરબી સિરામિક ઉદ્યોગમાં બનતી ટાઈલ્સનું ગલ્ફ દેશોમાં મોટાપાયે એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે યુદ્ધ પૂર્વે એક્સપોર્ટ કરેલ કન્ટેનર હાલ પરત ફરી રહ્યા છે અને ૧૨૦૦ થી ૧૫૦૦ કન્ટેનર રીટર્ન થતા સિરામિક ઉદ્યોગ અને એક્સપોર્ટરોને કરોડોની નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે
ઈરાન અને અમેરિકા, ઇઝરાયલ યુધ્ધને પગલે ગેસ અને તેલની કટોકટી સર્જાઈ હતી જેને કારણે મોરબી સિરામિક એસો દ્વારા મીટીંગ કરી સર્વાનુમતે એકમો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સિરામિક ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે જેથી સિરામિક ઉદ્યોગને નુકશાની સહન કરવી પડી રહી છે આટલું ઓછુ હોય તેમ યુદ્ધની સ્થિતિ પૂર્વે જે માલ એક્સપોર્ટ કરી કન્ટેનર ગલ્ફ દેશોમાં મોકલ્યા હતા તે પૈકીના ૧૨૦૦ થી ૧૫૦૦ કન્ટેનર રીટર્ન થયા છે જેથી સિરામિક ઉદ્યોગ અને એક્સપોર્ટરોને બેવડો માર સહન કરવો પડી રહ્યો છે
જે અંગે એક્સપોર્ટ નિષ્ણાંત અમરીશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે એક્સપોર્ટ થયેલ ૧૨૦૦ થી ૧૫૦૦ કન્ટેનર રીટર્ન થયા છે શીપલાઈન ફોર્સફૂલી નિર્ણયથી પરત લાવવા પડ્યા છે કન્ટેનરમાં ૩.૫૦ લાખનો માલ હોય છે અને પરત લાવવાનો ખર્ચ રૂ ૧.૫૦ લાખથી ૨ લાખ થતો હોય છે જેથી ઉદ્યોગકારો અને એક્સપોર્ટરોને કરોડોની નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે તેમજ યુદ્ધ પૂર્વે રવાના થયેલા ૮૦૦ થી ૧૦૦૦ કન્ટેનર હાલ દરિયામાં છે જેમાં ૫૦૦ થી લઈને ૪૦૦૦ ડોલર સુધીનો ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે અને દરિયામાં છે તેનો હજુ કેટલો ચાર્જ વસુલશે તે નક્કી નથી જેથી વહેલી તકે નિર્ણય લેવાય અને એક્સપોર્ટરોને સરકાર રાહત આપે તેવી માંગ કરી છે સરકારે આજે જ એક્સપોર્ટરોને મેક્સીમમ ૫૦ લાખ સુધીની રાહત આપવાનું નોટીફીકેશન બહાર પાડ્યું છે જેનો અભ્યાસ કરી આગળ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું

