કલિયુગી પુત્રની કરતૂત: મોરબીમાં દીકરાએ માતાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલી રામનગરી સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક કલિયુગી પુત્રએ પોતાની માતાને ગંદી ગાળો આપી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. પુત્રના આ હિંસક વર્તનથી ગભરાયેલી માતાએ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે.

બનાવની વિગતો મુજબ, ફરિયાદી સુમિત્રાબેન પ્રેમજીભાઈ ગોહીલ ગત ૧૯ ના રાત્રે પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમનો ૨૨ વર્ષીય દીકરો રોહિત પ્રેમજીભાઈ ગોહીલ ત્યાં આવ્યો હતો. રોહિતે ઉશ્કેરાઈ જઈ પોતાની માતાને “તમને જીવવા નહીં દઉં, હું નહીં મારું તો બીજા પાસે મરાવીશ” તેમ કહી બિભત્સ ગાળો ભાંડી હતી. આટલેથી ન અટકતા તેણે પોતાના નેફામાં રાખેલી છરી કાઢી માતાને બતાવી ડરાવ્યા હતા. આસપાસના પાડોશીઓ એકઠા થઈ જતા સુમિત્રાબેન જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને અમદાવાદ પોતાના પિયર પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.