માળિયામાં મોબાઈલ દુકાનમાંથી ૦૯ મોબાઈલ ચોરી કરનાર ઇસમ મુદામાલ સાથે ઝડપાયો


માળિયા પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ મોબાઈલ દુકાનમાંથી અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી હતી અને ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરી થયેલા નવ મોબાઈલ રીકવર કર્યા છે
મોરબીના લુંટાવદર ગામના રહેવાસી અર્જુનભાઈ સેવાભાઈ ખાંભલા (ઉ.વ.૨૩) વાળાએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૯-૦૧ ના રાત્રીથી તા. ૩૦-૦૧ ના સાંજના સમય દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ ફરિયાદીની પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ મોબાઈલ દુકાનની બારી તોડી પ્રવેશ કરી દુકાનમાં રહેલ અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ ૦૯ કીમત રૂ ૫૦,૦૦૦ ની મુદામાલ ચોરી કરી ગયો હતો
માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી માળિયા પીઆઈના માર્ગદર્શન હેઠળની ટીમે તપાસ ચલાવી હતી જેમાં પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઈલ દુકાનમાં ચોરી કરનાર ઇસમ માળિયા ખાતે મોબાઈલ વેચાણ કરવા આવવાનો હોવાની બાતમી મળતા આરોપી ભરત કરશન ભાટી રહે માંડવી કચ્છ વાળાને ઝડપી લીધો હતો અને ચોરી થયેલા નવ મોબાઈલ કીમત રૂ ૫૦,૦૦૦ નો મુદામાલ રીકવર કર્યો છે

