


મોરબી પંથકમાં ત્રણ સ્થળે મારામારીના બનાવો નોંધાયા હતા જે મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. જેમાં વાડી વિસ્તારમાં નજીવી બાબતે આધેડને ત્રણ શખ્શોએ માર માર્યો છે જયારે અન્ય એક દંપતીએ યુવાનને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના ત્રણ સ્થળોએ થયેલી મારામારીના પ્રથમ બનાવમાં બાબુ ધરમશી રબારીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રમેશ પોલા આહીર સાથે ગત રાત્રીના સમયે ફરિયાદીના વાડા પાસે ધૂળની ઢગલી કરવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતે તેને આરોપીએ માર માર્યો હતો
જયારે બીજા બનાવમાં ફરિયાદી સુરેશ છગન પરમાર રહે. સાત હનુમાન લીલાપર રોડ વાળાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રોહિત દરજી અને તેની પત્ની દક્ષા દરજીએ શેરીમાં બાળકો રમવા બાબતે બોલાચાલી કરી તેને માર માર્યો છે
તે ઉપરાંત ત્રીજા બનાવમાં મોરબીના મોરભગતની વાડીના રહેવાસી દેવકરણ અમરશી પરમાર નામના આધેડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી દેવજી કાનજી પરમાર, ભરત દેવજી પરમાર અને ભગવાન દેવજી પરમાર એ ત્રણ શખ્શોએ રસ્તે ચાલવા બાબતે તેને માર મારી ઈજાઓ પહોંચાડી છે. પોલીસે ત્રણેય મારામારીના બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ ચલાવી છે.

