મોરબીમાં મજુરીના પૈસા આપવા બાબતે યુવાનને માર માર્યો

મોરબી પંથકમાં શ્રમિક યુવાનને મજૂરીના રૂપિયા લેવાનાહોય જે મામલે બોલાચાલી થતા આરોપીએ યુવાનને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના રોહીદાસપરા વિસ્તારના રહેવાસી મહેશભાઈ ધરમશીભાઈ મુછડિયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભોળા જયસુખ ચાવડાના ભાઈ મુન્નાભાઈ પાસે મજુરીના પૈસા લેવાના હતા જે બાબતે બોલાચાલી થતા તેનો ખાર રાખી આરોપીએ યુવાનને બાળો આપી લાકડીથી માર મારી ઈજા પહોંચાડી છે. બી ડીવીઝન પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાં ભંગ અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat