માળિયા તાલુકાના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાનો નવતર પ્રયોગ



મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા માળિયા તાલુકા પંચાયત ખાતે જુદા જુદા ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો માળિયા તાલુકા શહેરના કોંગ્રેસના આગેવાનો સાથે સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરીને પ્રશ્નોનો સમયસર નિકાલ કરવા ટીડીઓ, મામલતદાર અને પાણી પુરવઠા બોર્ડના ઈજનેરને સુચના આપી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા, ગ્રામ્ય વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ, રેશનકાર્ડ ધારકની મુશ્કેલીઓ, એસટી સુવિધાઓ, વિધવા-દિવ્યાંગ સહાય, શૌચાલય સબસીડી સહિતના પ્રશ્નો ધારાસભ્યએ જાણ્યા હતા અને પ્રશ્નો ઉકેલવા માટે નક્કર દિશામાં કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને બેઠકમાં ઉપસ્થિત રાખીને સુચના આપી હતી. માળિયા તાલુકામાં સમરસ ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ના મળવા જેવી વિલંબિત બાબતોનો સમયસર નિકાલ લાવવા તાકીદ કરવામાં આવી હતી બેઠકમાં કોંગ્રેસના આગેવાનો ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા ઈજનેર અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

